વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી મહિને 4 દિવસના વિદેશી પ્રવાસે જઈ રહ્યાં છે. પીએમ 9 ફેબ્રુઆરીએ રવાના થશે. આ દરમિયાન તેઓ પેલેસ્ટાઈન, ઓમાન અને UAE જશે. પેલેસ્ટાઈનની મુલાકાત એટલાં માટે મહત્વની છે કે કેમકે હાલમાં જ ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ પાંચ દિવસની ભારતની મુલાકાતે આવ્યાં હતા. ઇઝરાયેલ અને પેલસ્ટાઈન વચ્ચે સારા સંબંધ નથી. ત્યારે ઇઝરાયેલની સાથે પેલેસ્ટાઈન સાથે પણ સારા સંબંધ બની રહે તેવા પ્રયાસો પીએમ મોદી કરશે. જો કે ભારત અને પેલેસ્ટાઈન વચ્ચે પહેલેથી જ સારા સંબંધો છે અને યુએનમાં એક અલગ દેશ તરીકે ભારત હંમેશા પેલેસ્ટાઈનના પક્ષમાં અવાજ ઉઠાવતાં રહ્યાં છે.
પીએમ અહીં પેલેસ્ટાઈનના પ્રેસિડન્ટ મહમૂદ અબ્બાસને મળશે. આ દરમિયાન બંને નેતાઓ અનેક મુદ્દે ચર્ચા કરશે. પેલેસ્ટાઈને હાલમાં જ પાકિસ્તાનને આતંકવાદ વિરૂદ્ધ કડક મેસેજ આપ્યો હતો. પાકિસ્તાનમાં પેલેસ્ટાઈનના એમ્બેસેડર હાફિઝ સૈયદની રેલીમાં હાજર રહ્યાં હતા. ભારત વિદેશ મંત્રાલયે જેવો જ આ મુદ્દાનો ઉલ્લેખ કર્યો તો પેલેસ્ટાઈનને તાત્કાલિક પોતાના એમ્બેસેડરને પાકિસ્તાન પરત બોલાવી લીધા હતા. કારણ કે પેલેસ્ટાઈન ભારતને નારાજ કરવાનું જોખમ ન ઉઠાવી શકે.
UAE વિઝિટ દરમિયાન બંને દેશ વચ્ચે ડિફેન્સ, સિક્યોરિટી અને ટ્રેડ પર વાતચીત થશે. પીએમ અહીં 6th વર્લ્ડ ગર્વમેન્ટ સમિટમાં પણ ભાગ લેશે. આ સમિટ દુબઈમાં થશે અને ભારતને અહીં ગેસ્ટ ઓફ ઓનર સ્ટેટસ આપવામાં આવ્યું છે. ઓમાનમાં પણ ડિફેન્સ અને સિક્યોરિટીની સાથે જ ટ્રેડ પર પણ વાતચીત થશે. ઓમાન અને UAEમાં પીએમ ઈન્ડિયન કોમ્યુનિટી સાથે પણ મુલાકાત કરશે.