દાહોદમાં ભરેલી બજારમાં જાહેરમાં છરીના ઘા મારીને યુવકની હત્યા થતાં ચકચાર મચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના એમજી રોડના કુકરા ચોક વિસ્તારમાં બાઇક સવાર યુનુસ કતવારા વાલા પર અન્ય યુવકે 10 થી 15 વાર છરી વડે હુમલો કર્યો હતો. જેના કારણે યુનુસ લોહીલુહાણ હાલતમાં નીચે પડ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી.
તમને જણાવી દઈએ કે આ ઘટના બાદ વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી. કેટલાક લોકો ઘાયલ યુવકને હોસ્પિટલ લઈ ગયા પરંતુ યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. ઘટના બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ યુનુસ જ્યારે બાઇક ચલાવી રહ્યો હતો ત્યારે એક યુવકને સાઇડમાં જવાનું કહેતા ટ્રાફિકના કારણે રસ્તાની વચ્ચે ઝઘડો થયો હતો અને અંતે યુવકે યુનુસ પર છરી વડે હુમલો કર્યો હતો. હાલ વધુ તપાસ હાથ ધરી છે.