કોરોના વાઇરસને લઇને લોકડાઉનની પરિસ્થિતિમાં સૌથી વધુ અસર ગરીબ લોકો પર પડી રહી છે. ગરીબ લોકોના ઘરમાં કોઇ બીમાર પડે તો તેને હોસ્પિટલ પહોંચાડવા મુશ્કેલ બને છે. આવો જ એક કિસ્સો જેતપુરમાં સામે આવ્યો છે જે માનવતાને હચમચાવી દે તેવો છે. વિધવા માતાનો દીકરો બીમાર પડતા તેને હોસ્પિટલ લઇ જવો હતો. પરંતુ લોકડાઉનમાં એમ્બ્યુલન્સ ન મળતા રેંકડીને જ એમ્બ્યુલન્સ બનાવી હોસ્પિટલ પહોંચાડ્યો હતો. કરૂણતા એ છે કે હાલ ધોમધખતો ઉનાળો ચાલી રહ્યો છે અને આકરા તાપમાં માતા 2 કિલોમીટર સુધી રેંકડી ચલાવી દીકરાને સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો હતો.