ઉત્તર પ્રદેશના શામલી શહેરમાં કૈરાના વિસ્તારમાં એક માછલી પર ‘અલ્લાહ’લખેલું દેખાઈ રહ્યું છે. આ માછલીને જોવા માટે લોકોની ભીડ ઉમટી રહી છે. ફિશ પર ‘અલ્લાહ’ ઉપસેલું જોઈને લોકોએ 5 લાખ સુધી બોલી લગાવી દીધી છે. માછલીના માલિક શબાબ અહમદે જણાવ્યું કે, આ ફિશ મેં એક્વેરિયમમાં રાખી છે. હું તેને 8 મહિના પહેલાં લઈને આવ્યો હતો.
માછલી જેમ-જેમ મોટી થઈ રહી છે, તેમ તેના પેટ પર પીળા રંગથી ‘અલ્લાહ’ લખેલું દેખવા લાગ્યું. શબાબે કહ્યું કે, આ માછલી જ્યારથી મારા ઘરે આવી છે, ત્યારથી મારા ઘરે પ્રગતિ થઈ થઈ રહી છે, આ માછલી અમારા ઘર માટે લકી છે. ઘણા લોકો આ માછલીને ખરીદવા ઈચ્છે છે અને તે માટેની બોલી પણ 5 લાખ રૂપિયા સુધી લગાવી દીધી છે.