બિહારનાં માઉન્ટેન મેન દશરથ માંઝીના નામથી દરેક પરિચિત છે. તેમણે એક ઘણ અને છીણીની મદદથી એકલા હાથે એક 360-ફુટ લાંબો, 30-ફુટ પહોળો અને 25-ફુટ ઉંચો પર્વત કાપીને એક રસ્તા બનાવી નાખ્યો હતો, આ કામમાં તેમના જીવનનાં 22 વર્ષો લાગ્યા હતા.આવા જ એક 70 વર્ષીય વૃદ્ધ લૌંગી ભુઇયાંએ તેમની મહેનતથી ગામડાઓમાં સેંકડો લોકોની સમસ્યાઓનું સમાધાન કર્યું. ત્રીસ વર્ષની મહેનતથી તેમણે પર્વત કાપીને પાંચ કિમી લાંબી નહેર બનાવી. હવે પર્વત અને વરસાદી પાણી નહેરમાંથી ખેતરો તરફ જઈ રહ્યા છે. જેના કારણે ત્રણ ગામના લોકો લાભ થઇ રહ્યો છે. બિહારના ગયાના રહેવાસી લૌંગી ભુઇયાંએ સખત મહેનતનું ઉદાહરણ રજૂ કર્યું છે, જે હંમેશા યાદ રહેશે. લૌંગી ભુઇયાં પુત્ર, પુત્રવધૂ અને પત્ની સાથે કોઠીલવા ગામમાં રહે છે. લૌંગી ભુઇયાંએ કહ્યું કે પહેલા પરિવારના સભ્યોએ તેને ખૂબ રોક્યો હતો. પરંતુ તેમણે સાંભળ્યું નહીં અને કેનાલ ખોદવાનું શરૂ કર્યું.
ખરેખર, આ વિસ્તારમાં પાણીની અછતને કારણે લોકો માત્ર મકાઈ અને ચણાની ખેતી કરતા હતા. આવી સ્થિતિમાં ગામના તમામ યુવકો સારી નોકરીની શોધમાં ગામમાંથી સ્થળાંતર કરી ગયા હતા. મોટાભાગના લોકો કામની શોધમાં ગામથી દૂર જતા રહ્યા હતા. આવી સ્થિતિમાં તેમને સમજાયું કે જો અહીં પાણીની વ્યવસ્થા થાય તો લોકોનું સ્થળાંતર અટકી શકાય. સખત મહેનત બાદ આજે કેનાલ તૈયાર થઈ છે અને આ વિસ્તારના ત્રણ ગામના ત્રણ હજાર લોકોને લાભ મળી રહ્યો છે. ગામ લોકો કહે છે કે જ્યારથી પણ તેમને હોશ આવ્યો છે, ત્યારથી તેઓએ ઘરમાં ઓછા લૌંગી ભુઇયાંને, જંગલમાં વધુ જોયા છે. ત્યાં જ લૌંગી ભુઇયાં કહે છે કે જો સરકાર થોડી મદદ આપે. અને જો અમને ખેતી માટે ટ્રેક્ટર જેવી સુવિધા મળે, તો આપણે ઉજ્જડ જમીનને ખેતી માટે ફળદ્રુપ બનાવી શકીએ છીએ, જેનાથી લોકોને ખૂબ મદદ મળશે.લોકો લૌંગી ભુઇયાંનાં કામની પ્રશંસા કરી રહ્યા છે. દરેક વ્યક્તિ તેમની ભાવનાને સલામ કરી રહ્યા છે. 30 વર્ષની મહેનતથી તેઓએ પાંચ ફૂટ પહોળી અને ત્રણ ફૂટ ઉડી નહેર બનાવી અને હજારો લોકોની સમસ્યા હલ કરી દીધી.