હિમાચલ પ્રદેશમાં એક એવુ પણ મંદિર છે. જ્યાં ભગવાન શિવને સિગારેટનો અભિષેક કરવામાં આવે છે. અહીં સિગારેટ સાથે ભગવાન શિવની ધૂમધામ સાથે પૂજા થાય છે. હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં આવેલુ ભગવાન શિવના મંદિરમાં આ અનોખી પરંપરા વર્ષોથી ચાલી રહી છે. શિવભક્ત સોલન જિલ્લાના લૂટ્રા મહાદેવ મંદિરમાં આવેલા આ શિવ લિંગ પર અન્ય મંદિરોની માફક અગરબત્તી નથી સળગાવતા પણ સિગરેટ સળગાવે છે. જો કે, આ ભક્તોનું શિવ પ્રત્યેનો અનોખો પ્રેમ અને ધારણા છે. અહીંના ભક્તોનું કહેવુ છે કે, સિગરેટ મંદિરના ગર્ભ ગૃહમાં રાખેલા શિવલિંગ પર રાખવાથી દુ:ખ દર્દ દૂર થાય છે.
Monday, May 20