રાજસ્થાનના ધૌલપુર જિલ્લામાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. જ્યાં એક બકરો દૂધ આપે છે. રસપ્રદ વાત તો એ છે કે, આ બકરાના માલિક જણાવે છે કે, અમે તો આ બકરાનું દૂધ પણ પીએ છીએ. આ મામલો ધૌલપુરના ગુર્જાનો છે જ્યાં એક બકરામાં હોર્મોનમાં થયેલા ફેરફારના કારણે સવાર-સાંજે મળીને કુલ અડધો લીટરની આસપાસ દૂધ આપે છે. બકરાના માલિક રાજવીર 16 મહિના પૂર્વે આ બકરાને પશુ હાટમાંથી અઢી હજારમાં તેને ખરીદીને લાવ્યા છે. 16 માસ પૂર્વે ખરીદી લાવેલા આ બકરામાં 6 મહિના પહેલા માદા બકરીના હોર્મોન વિકસીત થવા લાગ્યા હતા. જેના કારણે આ બકરો દૂધ આપવા લાગ્યો હતો. હવે સમગ્ર પરિવાર આ બકરાના દૂધનું સેવન કરે છે તેમને આ દૂધ પીવાથી કોઈ વાંધો નથી. આ બકરામાં નર અને માદા એમ બંને પ્રકારના અંગ છે.
Monday, May 20