ભારતના યુવાનો વિદેશોમાં આતંરાષ્ટ્રીય સ્તરે નવા-નવા મેડલો જીતાડી સમ્રગ વિશ્વમાં ભારતનું ડંકો વગાડી રહ્યા છે બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં આયોજિત ઈન્ટરનેશનલ પ્રોફેશનલ બોક્સિંગમાં દ્રોણાચાર્ય બોક્સિંગ ક્લબના બોક્સર હર્ષ ગિલે બાંગ્લાદેશની બોક્સર હિરા મિયાનને ત્રીજા રાઉન્ડમાં આઉટ કરીને ટાઈટલ પર કબજો કર્યો હતો.જેને લઇ આ જીત સાથે હર્ષ ગિલે ભારતનું ગૌરવ પણ વર્ધાયુ હતુ.
આ બાબત અંગે ઇન્ટરનેશનલ બોક્સર અને કોચ ડૉ. રાજીવ ગોદારાએ જણાવ્યું કે શરૂઆતના બંને રાઉન્ડમાં ભારતીય બોક્સર હર્ષ ગિલ અને બાંગ્લાદેશના બોક્સર હીરા મિયા વચ્ચેની મેચ ખૂબ જ સંઘર્ષપૂર્ણ લાગી રહી હતી. બંને તરફથી સતત એકબીજા પર મુક્કા મારવામાં આવી રહ્યા હતા, પરંતુ ત્રીજા રાઉન્ડમાં હર્ષ ગીલે બાંગ્લાદેશી બોક્સર પર પ્રભુત્વ જમાવ્યું હતું અને ત્રીજા રાઉન્ડમાં બાંગ્લાદેશી બોક્સરને સ્તબ્ધ કરીને ટાઈટલ પર કબજો કર્યો હતો. હર્ષ ગીલે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કર્યું છે. તે સેક્ટર 10 કેએલ દયાનંદ પબ્લિક સ્કૂલ સ્થિત દ્રોણાચાર્ય બોક્સિંગ ક્લબમાં પ્રેક્ટિસ કરે છે.
19 જુલાઈ 2019ના રોજ સર્બિયામાં યોજાયેલી વોજવોડિના ઈન્ટરનેશનલ બોક્સિંગ ચેમ્પિયનશિપના ગોલ્ડન ગ્લોવ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે જાન્યુઆરી 2021માં નોઈડામાં આયોજિત પ્રોફેશનલ બોક્સિંગમાં પણ જીત મેળવી હતી. તેણે અત્યાર સુધી એકપણ મેચ હાર્યા વિના સતત 6 પ્રોફેશનલ ફાઈટ જીતી છે. રાષ્ટ્રીય કક્ષાએ, તેણે આસામમાં સ્કૂલ નેશનલ ગેમ્સ 2018માં યોજાયેલી બોક્સિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો. ઓપન નેશનલ 2018 ચંદીગઢમાં સિલ્વર મેડલ જીત્યો. રોહતકમાં ઓલ ઈન્ડિયા સાઈ નેશનલ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2018માં યોજાયેલી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો. ખેલો ઇન્ડિયા ગેમ્સ 2018 દિલ્હીમાં સિલ્વર મેડલ જીત્યો. તેણે કહ્યું કે ગિલે હવે એશિયન ટાઈટલ મુકાબલાની તૈયારી શરૂ કરી દીધી છે. હવે પછીનો મુકાબલો એશિયન ટાઇટલ માટે થશે.