નવી દિલ્હી : બાબા રામદેવની અધ્યક્ષતાવાળી પતંજલિ ગ્રુપની કંપની રૂચી સોયાના શેરમાં છેલ્લા પાંચ મહિનામાં 9,434 ટકાના વધારાથી લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. પરંતુ છેલ્લા ત્રણ-ચાર દિવસથી આ શેરમાં ઘટાડો શરૂ થયો છે અને તેમાં લગભગ 20 ટકાનો ઘટાડો થયો છે.
26 જૂને શેરની કિંમત 1507 રૂપિયા હતી. આજે (2 જુલાઈ,ગુરુવારે) રૂચી સોયાનો શેર 5 ટકાના ઘટાડા સાથે 1227 ની આસપાસ કારોબાર કરી રહ્યો છે. બુધવારે પણ રૂચી સોયાના શેર 5 ટકા તૂટી રૂ .1,292 પર બંધ થયા છે.