રાજધાની ભોપાલમાં, એક સાથે અનેક શાળાઓને ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. માહિતી બાદ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, ડોગ સ્કવોડ સહિતની પોલીસ ટીમ તપાસ માટે શાળાઓમાં પહોંચી હતી. જો કે હજુ સુધી એક પણ શાળામાંથી બોમ્બ મળ્યો નથી.
જિલ્લા શિક્ષણ અધિકારી નીતિન સક્સેનાએ જણાવ્યું હતું કે સાગર પબ્લિક સ્કૂલ, ડીપીએસ સહિતની ઘણી શાળાઓને ઉડાવી દેવાની ધમકી આપતા ઈમેલ મળ્યા છે. આ પછી સુરક્ષા એજન્સીઓ શાળાઓની તપાસ કરી રહી છે અને ઈમેલની ચકાસણી કરી રહી છે. ભોપાલની સેન્ટ જોસેફ સ્કૂલમાં બોમ્બ હોવાની માહિતી મળતાં જ હબીબગંજ પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, ડોગ સ્કવોડ ઘટનાસ્થળે પહોંચી હતી. બૈરોગઢ ચિચલી ખાતેની ડીપીએસ સ્કૂલ અને સંખેડી ખાતેની એસઈઝેડ સ્કૂલમાં પણ બોમ્બના અહેવાલ મળ્યા હતા. હજુ સુધી એક પણ શાળામાંથી બોમ્બ મળ્યો નથી. પોલીસ ટીમે શાળાઓને ધમકી આપતા ઈ-મેઈલની પણ તપાસ શરૂ કરી છે.