પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલા હત્યા કેસમાં તપાસ ટીમને મોટી સફળતા મળી છે. આ હત્યામાં સામેલ 3 શૂટરોની ધરપકડ કરવામાં આવી છે. સ્પેશિયલ સેલે આ ધરપકડ કરી છે અને હરિયાણાના સોનેપતના શૂટર પ્રિયવ્રત ફૌજી સહિત 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
કહેવામાં આવી રહ્યું છે કે મુખ્ય શૂટર પ્રિયવ્રત ફૌજી અને બીજા શૂટર કશિશની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત બોલેરો વાહન આપનાર કેશવની પણ ધરપકડ કરવામાં આવી છે.