અમેરિકાનીએ ડ્રગ એન્ફોર્સમેન્ટ એજન્સીએ એક સનસનાટીપૂર્ણ ડ્રગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ ડ્રગ રેકેટના તાર છેક અંડરવલ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમથી લઈને બોલિવૂડ અને ખુદ દવા બનાવતી કંપની સાથે સંકળાયેલા છે.
અમેરિકાની ડ્રગ એન્ફોર્સમેન્ટ એજન્સી(DEA) કરેલ ડ્રગ રેકેટના ખુલાસામાં પર્દાફાશ અંડરવર્લ્ડના ડોન દાઉદ ઈબ્રાહિમના એક પૂર્વ સહયોગી અને કથિત રીતે ભારતીય દવા કંપની સાથે જોડાયેલા છે. આ કંપનીમાં મૈંડ્રેક્સ અને એફેડ્રિન જેવા ડ્રગનું ઉત્પાદન કરવામાં આવે છે. તેવી જ રીતે બોલિવૂડની પૂર્વ અભિનેત્રીઓના પતિઓની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું છે.