અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 11 સપ્ટેમ્બર 2001ના રોજ થયેલા આંતકી હુમલાની 18મી વરસીએ કાબુલમાં અમેરિકી દૂતાવાસની નજીક વિસ્ફોટ થયો હતો. ઘટનાસ્થળે હાજર લોકોનાં જણાંવ્યા પ્રમાણે વિસ્ફોટના સ્થળે ધુમાડો જોવા મળ્યો હતો. જો કે તે એક રોકેટ બ્લાસ્ટ હોવાનું માલુમ થયું છે. આ ઘટના ડોનાલ્ડ ટ્રમ્પે તાલિબાનો સાથેની શાંતિ મંત્રણા રદ કર્યા બાદ બની હતી.
આ મંત્રણા 8 સપ્ટેમ્બરે કેમ્પ ડેવિડ ખાતે યોજાવાની હતી. જો કે ટ્રમ્પે કાબુલમાં થયેલ બોમ્બ વિસ્ફોટમાં એક અમેરિકન સૈનિક સહીત 12 લોકોના મોત બાદ આ નિર્ણય લીધો હતો.
આ અગાઉ અફઘાનિસ્તાનના મૈડન વર્ડકે પ્રાંતમાં અમેરિકાના એર સ્ટ્રાઇકમાં 7 નાગરિકોના મોત થયા હતા. આ હુમલો રવિવારે કરાયો હતો. એક અહેવાલ અનુસાર પ્રાંતવાસીઓએ સરકાર પાસેથી ઘટનાની તપાસ કરવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને પેન્ટાગોન પર થયેલ હુમલામાં 2983 લોકો માર્યા ગયા હતા. જો કે મે 2011માં ઓસામા બિન લાદેનને અમેરિકાએ મારી દીધો હતો.