Bollywood – ઘણા પાકિસ્તાની સ્ટાર્સ બોલિવૂડ ફિલ્મોમાં કામ કરતા જોવા મળ્યા છે. પાકિસ્તાની સ્ટાર્સને પણ ભારતમાં તેમના કામ માટે ઘણો પ્રેમ મળ્યો છે. માહિરા ખાન, ફવાદ ખાન અને અલી ઝફર સહિત ઘણા પાકિસ્તાની સ્ટાર્સના નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. પાકિસ્તાની સ્ટાર્સ પર ભારતમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, પરંતુ હાલમાં જ આ મામલે બોમ્બે હાઈકોર્ટમાં પાકિસ્તાની સ્ટાર્સને બોલિવૂડ ફિલ્મોમાં પ્રતિબંધિત કરવા માટે અરજી કરવામાં આવી હતી. તે અરજી ફગાવી દેવામાં આવી છે. હવે પાકિસ્તાની કલાકારો ભારતીય ફિલ્મો અને વેબસિરીઝમાં કામ કરી શકશે.
આ કારણોસર પાકિસ્તાની સ્ટાર્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો
2016માં ઉરી હુમલા બાદ પાકિસ્તાની કલાકારોને ભારતમાં બોલિવૂડ ફિલ્મો અને વેબ સિરીઝમાં કામ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. હવે તાજેતરમાં બોમ્બે હાઈકોર્ટમાં પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકવાની સિનેવર્કરની માંગ પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ અરજીમાં ભારતીય સ્ટાર્સ પાકિસ્તાની સ્ટાર્સ સાથે કામ ન કરવા સામે અપીલ કરવામાં આવી હતી. હવે આ મામલે બોમ્બે હાઈકોર્ટે ચોંકાવનારો ચુકાદો આપ્યો છે. સોશિયલ મીડિયા પર આ બાબતને લઈને લોકોમાં ભારે હોબાળો જોવા મળી રહ્યો છે.
#CricketWorldCup being held in India, #PakistanCricketTeam taking part. This is only because of appreciable positive steps taken by Govt in interest of overall peace & harmony in consonance with Article 51 of Constitution (promotion of international peace, security): Bombay HC
— Live Law (@LiveLawIndia) October 19, 2023
પાકિસ્તાની સ્ટાર્સ બોલિવૂડ ફિલ્મોમાં કામ કરશે
બોમ્બે હાઈકોર્ટમાં આ અરજીની સુનાવણી દરમિયાન જસ્ટિસ સુનીલ બી શુકરે અને ફિરદોશ પી પૂનીવાલાએ અરજી ફગાવી દીધી છે. લાઈવ લોએ કોર્ટને ટાંકીને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને લોકોને આ બાબતની જાણકારી આપી છે. સોશિયલ મીડિયા પર એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જો પાકિસ્તાની ક્રિકેટર્સ ભારતની ધરતી પર ક્રિકેટ રમી શકે છે તો પાકિસ્તાની સ્ટાર્સ બોલિવૂડ ફિલ્મો અને વેબ સિરીઝમાં કેમ કામ કરી શકતા નથી.
પાકિસ્તાની સ્ટાર્સ ચમકી રહ્યાં છે
કોર્ટના નિર્ણય પછી, તમે માહિરા ખાન અને ફવાદ ખાન સહિતના પ્રખ્યાત પાકિસ્તાની સ્ટાર્સને ફિલ્મોમાં જોઈ શકશો. તમને જણાવી દઈએ કે માહિરા ખાને રાહુલ ધોળકિયા દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘રઈસ’માં શાહરૂખ ખાન સાથે કામ કર્યું છે. આ ફિલ્મ 2017માં આવી હતી. માહિરાની આ પહેલી હિન્દી ફિલ્મ હતી, પરંતુ ઉરી આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાની સ્ટાર્સ પર ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.