નાણા મંત્રી અરૂણ જેટલી ચોથી વખત દેશનું સામાન્ય બજેટ સૌપ્રથમ વખત હિન્દીમાં રજૂ કરશે. સામાન્ય બજેટ સાથે રેલબજેટ પણ રજૂ થશે.બજેટને લઈને આ વખતે દેશને ખૂબ જ અાશાઓ છે અને સરકાર આ બજેટ દ્વારા દેશને આકર્ષવાનો પ્રયાસ કરશે.આ બજેટ ભાજપ સરકારનું અંતિમ પૂર્ણ બજેટ હશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર જેટલી જૂની પરંપરાને તોડી હિન્દીમાં ભાષણ આપશે કારણ કે મોદી સરકાર ઇચ્છે છે કે તેના દ્વારા ગ્રામ્ય લોકો સીધી રીતે જોડાય.શું તમે જાણો છો કે ભારતના ઇતિહાસમાં અત્યાર સુધી તમામ નાણામંત્રીઓએ અંગ્રેજીમાં બજેટ રજૂ કર્યું છે.
જો જેટલીએ હિન્દીમાં બજેટ પ્રસ્તુત કર્યું તો તે આમ કરનાર પહેલાં નાણાપ્રધાન બનશે.