CBI ઓપરેશન ચક્ર 2 કેન્દ્રીય તપાસ એજન્સી એટલે કે CBI દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. આ અંતર્ગત સીબીઆઈએ ગુરુવારે દેશના વિવિધ રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. ઓપરેશન ચક્ર 2 હેઠળ સીબીઆઈએ મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, હરિયાણા, કેરળ, તમિલનાડુ, પંજાબ, બિહાર, દિલ્હી, હિમાચલ પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં 76 સ્થળો પર દરોડા પાડ્યા છે. તમને જણાવી દઈએ કે આ દરોડા આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડના મામલામાં પાડવામાં આવ્યા છે. આ દરોડામાં સીબીઆઈએ ડિજિટલ પુરાવા તરીકે લેપટોપ, હાર્ડ ડિસ્ક અને અન્ય દસ્તાવેજો જપ્ત કર્યા છે. તમને જણાવી દઈએ કે એમેઝોન અને માઈક્રોસોફ્ટની ફરિયાદ બાદ સીબીઆઈ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.
Tuesday, May 21