રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમીને લઇ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.અમદાવાદ સહિત રાજ્યભરમાં પાણીનો પોકાર ઠેર-ઠેર જોવા મળી રહ્યો છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ફરી એકવાર વિરોધ પક્ષે સત્તાપક્ષને પાણીના મુદ્દે ઘેરવાનો પ્રયાસ કર્યો હતો અમદાવાદના કેટલાક વિસ્તારોમાં દૂષિત પાણી અને અપૂરતા પ્રશેરથી પાણી આવવાની બુમરાણ ઉઠી રહી છે. પાણીની દિવસને દિવસે વિકરાળ બની રહેલી સમસ્યાને લઇ વિપક્ષે સત્તાપક્ષને બાનમાં લીધી છે. કોંગ્રેસે શહેરમાં દૂષિત પાણીના વિતરણ અને અછતના પગલે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા શહેઝાદખાન પઠાણ સહિત કોંગ્રેસના કોર્પોરેટરોને સાથે રાખી દાણાપીઠ ખાતે આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મુખ્ય ઓફિસ ખાતે ઘેરાવો કર્યો હતો ડેપ્યુટી વોટર અધિકારીની ઓફિસ બહાર ભારે હોબાળો મચાવ્યો હતો AMCના પરિસરમા મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકારો અને આગેવાનો પહોચ્યા હતા ભારે હલ્લાબોલ કરી પાણી આપો પાણી આપોના સૂત્રાચાર કર્યા હતા છેલ્લા મળેલી બે સામાન્ય સભાથી કોંગ્રેસ પાણી મુદ્દે કરી વિરોધ કરી રહી છે. સ્માર્ટસિટી અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કેટલાક વિસ્તારોમાં હાલમાં પણ ટેન્કરરાજની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે. ગત સપ્તાહે પણ કોંગ્રેસ દ્ઘારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર લોચન શહેરાના નિવાસસ્થાને ટુવાલ ડોળ લઇને અનોખો વિરોધ કર્યો હતો હોબાળોના પગલે પોલીસ ચુસ્ત બંદોબસ્ત કોર્પોરેશન પરિસરમાં ખડકી દેવાયો હતો
Saturday, May 18