યુટ્યુબ પર કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીનું ઓફિશિયલ યુટ્યુબ એકાઉન્ટ અચાનક ડિલીટ કરી દેવામાં આવ્યું છે. નોંધનીય વાત એ છે કે કોંગ્રેસને પોતે જ ખબર નથી કે આખરે તેમનું એકાઉન્ટ કેવી રીતે ડિલીટ કરવામાં આવ્યું. એકાઉન્ટ ડિલીટ કરવાની માહિતી આપતા પાર્ટીએ કહ્યું કે આ અંગે યુટ્યુબ અને ગૂગલનો સંપર્ક કરવામાં આવ્યો છે. પાર્ટીએ ટ્વીટ કર્યું કે એકાઉન્ટ કેવી રીતે ડિલીટ થયું તેની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.
ડિલીટ કર્યા બાદ કોંગ્રેસ ફરીથી પોતાનું યુટ્યુબ એકાઉન્ટ પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે. પાર્ટીએ આ અંગે સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું કે અમારી યુટ્યુબ ચેનલ ‘ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ’ને ડિલીટ કરી દેવામાં આવી છે. અમે તેને ઠીક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ ક્રમમાં યુટ્યુબ અને ગૂગલ સાથે વાતચીત ચાલી રહી છે. તપાસ કરવામાં આવી રહી છે અને તે સમજવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે આ ટેકનિકલ ખામીના કારણે થયું છે કે પછી તેની પાછળ કોઈ ષડયંત્ર છે. ટૂંક સમયમાં પાછા આવવાની આશા છે.
Hi,
Our YouTube channel – 'Indian National Congress' has been deleted. We are fixing it and have been in touch with Google/YouTube teams.
We are investigating what caused this – a technical glitch or sabotage.
Hope to be back soon.
Team
INC Social Media— Congress (@INCIndia) August 24, 2022
નોંધનીય છે કે ભૂતકાળમાં પણ આવા કિસ્સાઓ સામે આવ્યા છે. પરંતુ એવું ભાગ્યે જ સાંભળવા મળે છે કે કોઈની યુટ્યુબ ચેનલ ડિલીટ થઈ ગઈ હોય. ઘણા દિગ્ગજ નેતાઓના ટ્વિટર કે ફેસબુક એકાઉન્ટ હેક થવાની ઘટનાઓ સામે આવી છે. પરંતુ યુટ્યુબ ચેનલ સાથે આવી ઘટના અત્યાર સુધી ભાગ્યે જ સાંભળવા મળી છે. પાર્ટીએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે.