શહેરના વિવિધ વિસ્તારોમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે જે લોકોને સારવાર મળશે તેવી આશાથી જાય છે પરંતુ તેમને નિસાસો હાથ લાગે છે. એક દિવસના બાળક સાથે કોરોના પોઝિટિવ માતા ઠેરઠેર સારવાર માટે ભટકી રહી છે પણ કોઈ સારવાર માટે તૈયાર નથી. અમદાવાદના ગોમતીપુર રખિયાલ વિસ્તારમાં રહેતી એમ મહિલાએ બાળકને જન્મ આપ્યો છે. એલ જી હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યા બાદ તેમને બાળક સાથે રજા આપી દેવામાં આવી હતી. પણ આજે સવારે મહિલાને કોરોના પોઝિટિવ છે તે સામે આવ્યું હતું. આખરે એક દિવસના બાળકને કારની આગળની સીટમાં મૂકીને મહિલા જ્યાં ત્યાં તેની અને તેના બાળકની સારવાર માટે ફરી રહી છે.
Sunday, May 19