નવી દિલ્હી : દેશના ફાર્માસ્યુટિકલ જાયન્ટ ઝાયડસ કેડિલા (Zydus Cadila)એ કહ્યું છે કે, સ્વદેશી સ્તર પર કોવિડ -19 માટે જે રસી વિકસાવવામાં આવી રહી છે તે 2021 ની શરૂઆતમાં આવશે. કંપનીના સૂત્રોના જણાવ્યા અનુસાર આ માટે આવતા અઠવાડિયે માનવીય અજમાયશ (હ્યુમન ટ્રાયલ) કરવામાં આવશે.
નોંધપાત્ર વાત એ છે કે, ભારતમાં, ઝાયડસ કેડિલા એ બીજી કંપની છે જે દેશી સ્તરે કોરોના વાયરસના ચેપ માટે રસી બનાવે છે. સરકારી કંપની ભારત બાયોટેક પણ આ રસી બનાવી રહી છે, જે 15 ઓગસ્ટ સુધીમાં લોન્ચ કરવામાં આવી શકે છે.
નિયમનકારો પાસેથી પરવાનગી
ઝાયડસ કેડિલાએ 3 જુલાઈ, શુક્રવારે જણાવ્યું હતું કે, અમદાવાદમાં તેના રસીકરણ ટેકનોલોજી સેન્ટરમાં રસીનો મુખ્ય તબક્કો સ્વદેશી રીતે વિકસિત કરવામાં આવ્યો છે અને ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ (ડીસીજીઆઈ) અને સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (સીડીએસસીઓ) દ્વારા હ્યુમન ટ્રાયલ માટે મંજૂરી પણ આપી દેવામાં આવી છે. ભારત બાયોટેક પછીની તે બીજી કંપની છે કે જેને માનવ પરીક્ષણો માટે ડીસીજીઆઈ પાસેથી મંજૂરી મળી છે.