મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ડીંટવાસગામે સરકારી કામમાં લાખોની ઉચાપત થઈ હોવાની ઉચ્ચ સ્તરે રજુઆતો કરવા છતાં તપાસમાં પણ છીંડા હોવાનું લોકોમાં ચાલતી ચર્ચા. પ્રાપ્ત થતી વિગતો અનુસાર મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલા ગ્રામ પંચાયતમાં સરપંચ અને તલાટી બંનેએ ડીંટવાસ ગામમાં સ્થાનિક લાભાર્થીઓને જણાવેલ કે તમારા માટે બોર મોટર, શોચાલય અને આર સી સી રસ્તા મંજુર થયા છે તેમ કહી તેમની પાસે જરૂરી કાગળો ડોક્યુમેન્ટ મંગાવ્યા પછી તમને બોરમોટર , રસ્તો અને શોચાલય ના લાભો મળશે તેવું કહી તેની ટકાવારી પ્રમાણે કમિશન પણ લઈ લેવામાં આવ્યુ હોવા છતાં ઘણા લાંબા સમયથી આ લોકોને સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી યોજનાઓનો કોઈ પણ લાભ મળ્યો નથી??
મીડિયા કર્મી દ્વારા ડીટવાસ ગામ ના લોકો ને ત્યાં ઘરે-ઘરે જઇને ચેક કરતા તેમના ખેતરોમાં નથી સોચાલય બન્યા કે નથી તેમને બોર મોટર-નો લાભ મળ્યો, આર.સી.સી.સ્તાના કોઈ કામ થયા નથી. આ બધા જ કામો સરકારના ચોપડે નોંધાયા છે ખરા પરંતુ સ્થાનિક લાભાર્થી સુધી કશું પહોંચ્યું નથી, સરકારી તંત્રમાં વહીવટકર્તા કર્મચારી, અધિકારી તેમજ પદાધિકારીઓબ આ બાબતે કાગળ ઉપર ઘોડા દોડાવે છે પરંતુ ગ્રાઉન્ડ ઝીરો લેવલે જો તપાસ કરવામાં આવે તો છેવાડાના માનવી સુધી યોજના માટે ફાળવાયેલા નાણાં એમને સુધી પહોંચતા નથી.
ડીટવાસ ગામના જાગૃત નાગરિક બાબુભાઈ ડામોર દ્વારા તાલુકા વિકાસ અધિકારી કડાણા અને જિલ્લા વિકાસ અધિકારી,લુનાવાડા મહિસાગરને રૂબરૂમાં અરજી આપી આ સમગ્ર કૌભાંડ બાબતે રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારીની ટીમ તપાસ અધિકારીઓને સાથે લઈને ડિટવાસ ગામે પહોંચી ખરી પરંતુ જે જે અરજીમાં નામ લખેલા લાભાર્થીઓ હતા તેમને ત્યાં તપાસ કરવાની જગ્યાએ બીજા જ લાભાર્થીઓના ત્યાં જઈ તેમના જરૂરી ડોક્યુમેન્ટ અને ફોટા મેળવીને તપાસને અંજામ આપવાની જે કાર્યવાહી કરી છે તેનાથી ડિટવાસ ગામના લોકો માં ભારે નારાજગી જોવા મલી છે.
સરકાર ઉપર ભરોસો રાખનાર લાભાર્થીઓ ને સરકારી યોજનાનો લાભ ન મળે તો ના મળે પરંતુ તપાસ કરવામાં આવે છે તે તપાસ ને પણ યોગ્ય અને સાચી દિશામાં કરવાની જગ્યાએ તપાસને ગેરમાર્ગે દોરી ને યોજનાઓ નું પોટલું વાડવાનો કારસો રચવામાં આવ્યા છે તે બાબતે ત્યાંના લોકો આક્રમક બની ગયા છે અને આવનારા દિવસોમાં તેમના નામ ઉપર મંજૂર થયેલી યોજનાઓ અને તેના નાણાં નો સદઉપયોગ કરવામાં નહીં આવે તો, ડીટવાસ ગામના લોકોએ ગાંધી ચિંધ્યા માર્ગે સત્યાગ્રહ કરી ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.
ડિટવાસ ગામમાં RTI માં માંગેલ માહિતીને ચેક કરતા ના થયેલ કામની વિગત અને અંદાજીત રકમ આ પ્રમાણે છે.
- રૂ. 8,40,000 જાહેર શૌચાલય
- રૂ. 9,60,000 બોર મોટર
- રૂ. 1,00,000/- હેન્ડપંપ
- રૂ. 2,40,000 કમ્પાઉન્ડ દીવાલ
- રૂ. 1,00,000/- ગટર લાઈન
- રૂ, 10,00,000 લગભગ
વળી આ સરપંચ શ્રીના ઘરના સભ્યોના નામે દરવર્ષે ચેકડેમ , ખેતરની દીવાલ વગેરે ભાઈ, ભાભી, માતા, પિતા અને તે સિવાય નામ વારંવાર આવે નઈ તેથી સર્વે નંબર પર ખર્ચ બતાવેલ છે. તેનું અમે અરજીમાં લખેલ નથી તે કામ પણ 10 લાખ થી વધુ છે જે કાગળ પર થયેલ છે જેના લાભાર્થી સરપંચના કુટુંબીજનો એકલા જ છે.
હવે અત્રે નોંધનીય બાબત એ છે કે, તે ફરજ પર હાજર તાલુકા વિકાસ અધિકારીશ્રી યુ.સી.સોલંકી અને તેમની નીચે ફરજ બજાવતા તલાટી કમ મંત્રી સાથે ડીંટવાસ ગામના સરપંચ દ્વારા આ બાબતે યોજનાઓ સામે ખોટું કરવામાં આવી રહ્યું હોય અને તેની તપાસ બાબતે રૂબરૂમાં અરજી સ્થાનિક લાભાર્થીએ આપી હોવા છતાં તાલુકા વિકાસ અધિકારીશ્રી યુ.સી. સોલંકી મીડિયા સમક્ષ કંઈપણ પણ બોલવા માટે તૈયાર નથી એ જ બતાવે છે કે સમગ્ર પ્રકરણમાં ભીનું સંકેલવા માટેની તૈયારી થતી હોવાનું ડીટવાસ ગામના લાભાર્થીઓ અને સ્થાનિક લોકોના મુખે જોરથી ચર્ચાઈ રહ્યું છે.