આધાર કાર્ડની જરૂર બધે જ પડતી હોય છે આ એક એવો સાર્વત્રિક અને સત્તાવાર દસ્તાવેજ છે જે બેંકિંગ સંબંધિત, આવકવેરા અને અન્ય સરકારી કામોમાં જરૂરી છે. દેશના નાગરિકની ઓળખ અને સરનામા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આધાર કાર્ડ એ 12-અંકનો વ્યક્તિગત નંબર છે જે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરવામાં આવે છે. આધાર કાર્ડમાં વ્યક્તિનું નામ, જન્મ તારીખ, ફોટોગ્રાફ, સરનામું અને બાયોમેટ્રિક ડેટા નોંધવામાં આવે છે.
ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી કોઈપણ સરકારી યોજનાનો લાભ લેવા માટે, આધાર કાર્ડ આવશ્યક છે અને તમારું આધાર કાર્ડ તમારા બેંક ખાતા સાથે લિંક હોવું આવશ્યક છે. આવકવેરા સંબંધિત કોઈપણ કામ માટે પાન ખાતા સાથે આધાર કાર્ડ લિંક કરવું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે.
એકવાર આધાર કાર્ડ જનરેટ થઈ જાય, તે આખી જીંદગી માટે માન્ય રહે છે. સમય સમય પર તમે આમાં તમારા રહેઠાણનું સરનામું અપડેટ કરી શકો છો. તમે આધાર કાર્ડમાં નામ, સરનામું અથવા જન્મતારીખની કોઈપણ ભૂલને પણ સુધારી શકો છો.
યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ હવે લોકોને ઈ-આધાર કાર્ડની સુવિધા આપી છે. તમે ગમે ત્યાં અને ગમે ત્યારે ઈ-આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો. જો તમારું આધાર કાર્ડ ખોવાઈ ગયું હોય તો તમે ઘરે બેઠા વગર ક્યાંય ગયા વગર સરળતાથી તમારું ઈ-આધાર ડાઉનલોડ કરી શકો છો.
ઈ-આધાર કાર્ડ ડાઉનલોડ કરવાની રીત ખૂબ જ સરળ છે. તમે UIDAI વેબસાઇટ અથવા mAadhaar એપ પરથી તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
આધાર કાર્ડ ડાઉનલોડ કરો
જો તમે આધાર કાર્ડ ડાઉનલોડ કરવા ઈચ્છો છો તો આ સ્ટેપ્સ ફોલો કરો-
સૌથી પહેલા UIDAI ની સત્તાવાર વેબસાઇટ uidai.gov.in/ પર જાઓ.
અહીં આધાર ડાઉનલોડ કરવાનો વિકલ્પ પસંદ કરો અથવા આ લિંકની મુલાકાત લો eaadhaar.uidai.gov.in/.
I have વિભાગમાંથી આધાર વિકલ્પ પસંદ કરો.
12 અંકનો આધાર નંબર દાખલ કરો.
જો તમે આધાર નંબર બતાવવા માંગતા નથી, તો ‘માસ્ક્ડ આધાર’ પસંદ કરો.
કેપ્ચા કોડ દાખલ કરો અને નોંધાયેલ મોબાઇલ નંબર પર OTP મેળવવા માટે OTP મોકલો પર ક્લિક કરો.
મોબાઈલ નંબર પર મળેલ OTP નંબર દાખલ કરો.
ઈ-આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે ‘Verify and Download’ પર ક્લિક કરો.
સાર્વજનિક કમ્પ્યુટર્સ પરથી ડાઉનલોડ કરશો નહીં
ઘણી વખત એવું બને છે કે જ્યારે આધાર કાર્ડની તાત્કાલિક જરૂર પડે ત્યારે આપણે તેને પબ્લિક કોમ્પ્યુટરમાંથી ડાઉનલોડ કરીએ છીએ. આપણે આવી ભૂલ કરવાથી બચવું જોઈએ. UIDAIએ આવું કરનારા લોકોને ચેતવણી આપી છે. UIDAI કહે છે કે યુઝર્સે કોઈપણ પબ્લિક કોમ્પ્યુટર પરથી ઈ-આધાર ડાઉનલોડ કરવાથી દૂર રહેવું જોઈએ. સાર્વજનિક કોમ્પ્યુટરમાંથી આધાર કાર્ડ ડાઉનલોડ કરવાથી તેને ચોરી કરવાનું સરળ બને છે, જેનો કોઈ વ્યક્તિ દુરુપયોગ કરી શકે છે.