Viral Video : સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોએ લોકોના દિલ જીતી લીધા છે. આ પાકિસ્તાની લગ્નનો વીડિયો છે. જેમાં પિતા પોતાની પુત્રી સાથે ડાન્સ કરી રહ્યા છે. આ વીડિયો જોઈને કેટલાક લોકોના ચહેરા પર ચમક આવી ગઈ તો કેટલાક લોકો ભાવુક થઈ ગયા.
વાયરલ વીડિયોમાં પિતા-પુત્રીની જોડી શાહરૂખ ખાન અને કાજોલની ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ના સુપરહિટ ગીત “Yeh Ladka Hai Deewana” પર ડાન્સ કરી રહી છે. આ વીડિયો ridah_studio નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ સાથે કેપ્શન લખ્યું છે, પિતાઃ દીકરીનો પહેલો પ્રેમ.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે પીળા એમ્બ્રોઈડરીવાળી શરારા પહેરેલી એક નાની છોકરી કાજોલની નકલ કરી રહી છે અને તેના પિતાને પ્રેમથી ચીડવી રહી છે. પિતાએ લીલો કુર્તો અને સફેદ પાયજામા પહેર્યો છે અને ગીતના શબ્દોને અનુસરી રહ્યા છે. પોતાની દીકરીને સપોર્ટ કરે છે.
આ વીડિયોને લાખો લોકોએ જોયો છે, જ્યારે 4 લાખથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે. આ સાથે જ તેને જોનારાઓ તરફથી અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આવી છે. સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ વીડિયો પર કોમેન્ટ કરી રહ્યા છે. ઘણા લોકો પિતા અને પુત્રીની જોડી માટે પ્રાર્થના કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે આ પહેલા પણ ઘણા વીડિયો વાયરલ થયા છે, જેમાં પિતા-પુત્રીનો ડાન્સ જોવા મળ્યો છે. આ વીડિયો લોકોના દિલ જીતી લે છે. તાજેતરમાં એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક પિતા પોતાના પુત્રને પરફોર્મ કરતા જોઈને ભાવુક થઈ ગયા હતા.