ગોવા : કોરોના વાયરસના વધતા જતા કેસોને કારણે દેશના જુદા જુદા રાજ્યો અને શહેરોમાં ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જાહેરાત કરી છે કે આ અઠવાડિયે શુક્રવાર, શનિવાર અને રવિવારે એટલે કે 17,18 અને 19 જુલાઈએ રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન રહેશે. આ સાથે તેમણે કહ્યું કે, આજથી 10 ઓગસ્ટ સુધી રાજ્યમાં સાંજે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ‘જનતા કર્ફ્યુ’ રહેશે.
મુખ્યમંત્રીએ કહ્યું કે જનતા કર્ફ્યુ દરમિયાન માત્ર તબીબી સેવાઓને છૂટ આપવામાં આવશે. પ્રમોદ સાવંતે કહ્યું કે, “જનતા કર્ફ્યુ આજથી અમલમાં રહેશે. આ સપ્તાહમાં શુક્રવાર, શનિવાર અને રવિવારે સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવશે. ”
The 'Janta Curfew' will be observed from today. Complete lockdown will be imposed on Friday, Saturday & Sunday this week: Pramod Sawant, Goa Chief Minister https://t.co/cTgbp0cscS
— ANI (@ANI) July 15, 2020
ગોવામાં કોરોના વાયરસની વર્તમાન સ્થિતિ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ગોવામાં અત્યાર સુધી કોરોના વાયરસના 2753 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં આ વાયરસને કારણે અત્યાર સુધીમાં 18 લોકોનાં મોત નીપજ્યાં છે. કુલ પોઝિટિવ કેસોમાંથી 1128 સક્રિય કેસ છે અને 1607 લોકો સારવાર બાદ સ્વસ્થ થયા છે.