સામાન્ય બજેટ દર વર્ષે પહેલી ફેબ્રુઆરીએ રજૂ થાય છે, પરંતુ આ વર્ષે અડધું બજેટ ૧૮ જાન્યુઆરીએ રજૂ થવાની સંભાવના છે. સામાન્ય બજેટ અગાઉ ૧૮ જાન્યુઆરીએ જીએસટી કાઉન્સિલની મહત્વની બેઠક યોજાનાર છે. અગાઉ જીએસટીના વેરા અંગે બજેટમાં નિર્ણય કરાતો હતો. હવે જીએસટી કાઉન્સિલ આ નિર્ણય કરે છે. જીએસટી કાઉન્સિલની આ બેઠકમાં અનેક મહત્વના નિર્ણય લેવામાં આવે તેવી શકયતા છે. આ નિર્ણયથી આમ આદમીને મોટી રાહત મળે તેમ મનાય છે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં રિયલ એસ્ટેટને નવી ટેકસ સિસ્ટમમાં આવરી લેવાનો મહત્વનો એજન્ડા છે. સરકારના પ્રયાસો પણ રિયલ એસ્ટેટને જીએસટીમાં અધિકાર ક્ષેત્રમાં લાવવાના છે. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વિક્રમ સપાટીએ પહોંચી ગયા છે અને સરકાર પણ આ કારણે મુશ્કેલી અનુભવે છે. સામાન્ય બજેટ પહેલા જીએસટી કાઉન્સિલની બેઠકમાં રીયલ એસ્ટેટને જીએસટી અંતર્ગત લાવવા પર સહમતી સધાઈ શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર જીએસટી કાઉન્સિલની હવે પછીની મીટિંગ ૧૮ જાન્યુઆરીએ થશે. આ મીટિંગનો મહત્વનો એજન્ડા રીયલ એસ્ટેટ સેકટરને જીએસટીમાં લાવવા પર ચર્ચા કરવાનો છે. પ્રાપ્ત માહિતી અનુસાર જીએસટી કાઉંસીલની મીટિંગમાં રીયલ એસ્ટેટને નવી ટેકસ સિસ્ટમ અંતર્ગત લાવવું તે મહત્વનો એજન્ડા હશે. આ મીટિંગ ૧૮ જાન્યુઆરીએ નક્કી છે. આના પર કોઈ નિર્ણય બની શકે તેવી શકયતાઓ નથી પરંતુ આમ છતા એક ગંભીર ચર્ચા થવાની શકયતાઓ રહેલી છે.
ગુરૂવારે મળનારી જીએસટી કાઉન્સીલની બેઠકમાં ૭૦થી ૯૮૦ આઇટમો અને સર્વિસિસના દરમાં સુધારા વધારા કરવામાં આવે એવી ધારણા છે. આ બેઠક નાણા પ્રધાન અરૂણ જેટલીના અધ્યક્ષસ્થાને મળશે. રજીસ્ટ્રેશનની પ્રક્રિયા, રિટર્ન ભરવા અને નવી આડકતરા ટેકસ કાર્યપ્રણાલી હેઠળ ઇન્પુટ ટેકસ ક્રેડિટનો દાવો કરવાની પ્રક્રિયા સરળ બનાવવા આ બેઠકમાં નિર્ણય લેવાય એવી ધારણા છે. આ બેઠકમાં ૨૫ માલસામાન અને અન્ય ૪૫થી ૫૫ સર્વિસિસના દરમાં સુધારા વધારા કરવામાં આવે એવી ધારણા છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.