દિલ્હીમાં ફોગ વચ્ચે પંજાબ, હરિયાણા સહિત ઉત્તર ભારતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. જમ્મુ-કાશ્મીરના કાશ્મીર ઘાટીમાં પારો શૂન્ય ડિગ્રીને પાર થયો છે. રાજધાની દિલ્હીમાં મહત્તમ તાપમાન 23.9 અને લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, હવામાન વિભાગે 5 અને 6 ડિસેમ્બરે દિલ્હીમાં હળવા વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન પંજાબના આદમપુરમાં લઘુત્તમ તાપમાન 4.9 ડિગ્રી સેલ્શિયસ નોંધાયું હતું.
જમ્મુ-કાશ્મીરના કાશ્મીર ઘાટી અને લદાખ ક્ષેત્રમાં પારો શૂન્ય ડિગ્રીને પાર રેકોર્ડ થયેલ છે. રાજ્યમાં લેહ સૌથી ઠંડુંગાર રહ્યું અહીં પારો -8.6 સેલ્શિયસ નોંધાયું છે જ્યારે કારગીલમાં પારો -7.2 ડિગ્રી નોંધાયો હતો, હવામાન વિભાગ મુજબ આગામી દિવસોમાં પારો હજુ નીચે જવાનો અંદાજ છે. રાજસ્થાન શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી સેલ્શિયસ નોંધાયું છે.
અાગામી 4-5 દિવસ વાતાવરણમાં ઠંડી વધશે તેવી હવામાન વિભાગની અાગાહી છે.