નવી દિલ્હી : રંગોના તહેવાર હોળીને લઇ સમગ્ર દેશમાં ઉત્સાહનું વાતાવરણ છે. આ તહેવારને સેલિબ્રેટ કરવા માટે લોકો હોંશે – હોંશે તૈયારી કરતા હોય છે. તમે ઘણીવાર સાંભળ્યું હશે કે, પર્યાવરણ બચાવવા માટે હોળીનો તહેવાર માત્ર તિલક કરીને ઉજવો, પાણીનો ખોટો બગાડ અટકાવો. બીજી તરફ અત્યારે કોરોના વાયરસનો ભય પણ ફેલાયો હોવાને કારણે જાહેર સ્થળોએ જવા માટે પણ કેટલાક સૂચનો કરવામાં આવ્યા છે. ત્યારે જો તમારે એકદમ સેફ અને ઇકો – ફ્રેન્ડલી હોળી રમવી હોય તો આ લેખ તમારા માટે છે. જીહા ! હવે તમે આ ડિજિટલ યુગમાં ડિજિટલ હોળી પણ રમી શકો છો. હોળીના સેલિબ્રેશન માટે Googleએ એક ખાસ રીત અપનાવી છે. આ વર્ષે ગૂગલે એક ટ્રીક ડેવલપ કરી છે. જેના થકી કોઇ પણ વ્યક્તિ પોતાના સ્માર્ટફોન અથવા લેપટોપ કે કોમ્પ્યુટરની સ્ક્રીન પર જ આ ડિજિટલ હોળી એટલે કે ડિજિટલ રંગોનો આનંદ માની શકે છે.
ડિજિટલ હોળી રમવા માટે તમારે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે. જ્યારે તમે Google પર હોળી સર્ચ કરશો તો પેજ પર સર્ચ રિઝલ્ટ સાથે સાઈડમાં રંગોથી ભરેલ 3 ટોપલીઓ જોવા મળશે. આ ટોપલીઓ પર ટૈપ કરવાથી તમારા ડિવાઇસની સ્ક્રિન પર રંગ ઉડવા લાગશે. તમે સતત ટૈપિંગ કરી સંપૂર્ણ સર્ચ પેજને અલગ-અલગ રંગોથી ભરી શકો છો. આ માટે ગૂગલ ઇન્ડિયાના ટ્વીટર એકાઉન્ટ પર એક ટ્વીટ કરી માહિતી આપવામાં આવી છે અને #HappyHoli સાથે તમે તમારી સ્ક્રીનની તસવીર પણ શેર કરી શકો છો.
?Step 1: Go to the Google search app.
?Step 2: Type ‘Holi’.
?Step 3: Tap on the coloured powder bowls.
?Step 4: Start tapping on your screen.
?Step 5: Show us how many colours you can fill your screen with. #HappyHoli— Google India (@GoogleIndia) March 9, 2020