નવી દિલ્હી : કોરોનાની વેક્સીન કોવાક્સિન (COVAXIN) 15 ઓગસ્ટે લોન્ચ થઇ શકે છે. આ રસીનું લોન્ચિંગ ફાર્માસ્યુટિકલ કંપની ભારત બાયોટેક અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે આઇસીએમઆર દ્વારા શક્ય છે. આઈસીએમઆરએ શનિવારે રસી અંગે એક નિવેદન બહાર પાડ્યું છે. આઇસીએમઆર કહે છે કે રસીની પ્રેક્લિનિકલ સ્ટડી પૂર્ણ થઈ ગઈ છે, હવે માનવ અજમાયશ (હ્યુમન ટ્રાયલ) નો તબક્કો 1 અને 2 શરૂ થવાનો છે.
આઇસીએમઆરએ કહ્યું કે, જાહેર આરોગ્ય હિતમાં સ્વદેશી રસીના ટ્રાયલ ઝડપી કરવી આપણા માટે મહત્વપૂર્ણ છે. વૈશ્વિક સ્તરે સ્વીકૃત ધોરણો અનુસાર રસી અંગે આઇસીએમઆર પ્રક્રિયા ઠીક છે.
આઇસીએમઆર જણાવે છે કે અમારું ઉદ્દેશ રસીના તમામ તબક્કાઓ વહેલી તકે પૂર્ણ કરવાનું છે, જેથી વસ્તી આધારિત પરીક્ષણો વિલંબ કર્યા વિના શરૂ કરી શકાય. તમને જણાવી દઇએ કે તાજેતરમાં, કોવાક્સિનને માનવ અજમાયશ માટે પરવાનગી મળી છે.