જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે ભારે ગોળીબાર થઈ હતી. ઓપરેશન એન્કાઉન્ટરમાં દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના કેલ્લમ ગામમાં ચાલી રહ્યું છે. સૈનિકો દ્વારા આખા વિસ્તારને ખાલી કરાવી દેવામાં આવ્યો છે અને સમગ્ર વિસ્તારને ચારે બાજુથી ઘેરી લેવામાં આવ્યો છે. આર્મીને આ વાતની જાણકારી મળી હતી કે વિસ્તારમાં કેટલાક આતંકીઓ સંતાયા છે. ત્યાર પછી સુરક્ષાકર્મીઓ ઘ્વારા ત્યાં ગતિવિધિઓ વધારી દેવામાં આવી.
આ દરમિયાન આતંકીઓ દ્વારા આર્મીના જવાનો પર ગોળી ચલાવવામાં આવી. ત્યારપછી એન્કાઉન્ટર ચાલુ થઇ ગયું. મળતી જાણકારી અનુસાર વિસ્તારમાં ચાર આતંકીઓ સંતાયા હતા, જેમને જવાનોએ ઘેરી લીધા છે. જેમાંથી પાંચ આતંકીઓને આર્મીએ ઠાર માર્યા હતા.