પેરુના 31 વર્ષીય આંત્રપ્રિન્યોર હર્નન એસ્ટો કેબેજસે બાયોલોજી અને સોલર એનર્જીની મદદથી માટીના ઘડામાં અનોખું પ્યુપિફાયર બનાવ્યું છે. જે સૂર્ય પ્રકાશની મદદથી ચાર્જ થાય છે અને હવા શુદ્ધ કરે છે. જેની ઊર્જાથી બે મોબાઈલ એક સાથે ચાર્જ થઈ શકે છે. જેનાથી 12 કલાક સુધી એક બલ્બ પણ પ્રકાશિત થઈ શકે છે. હર્નને આ પ્યુરિફાયરનું નામ ‘એલિન્ટી’ રાખ્યું છે. જેની કિંમત માત્ર 97 ડોલર (રૂ. 7 હજાર) છે. આ ઈનોવેશન માટે તેને યુએન દ્વારા એવોર્ડ મળ્યો છે. પેરુના હુઆંતામાં રહેતા હર્નન પોતાના ઈનોવેશન માટે હંમેશા ચર્ચામાં રહે છે. તે જણાવે છે કે આ પ્યુરિફાયર ઈલેક્ટ્રોજેનિક સૂક્ષ્મ જીવોની પાંચ પ્રજાતિઓ, ટ્યુબરસ રૂટ ફાઈટોર્મેડિએટર પ્લાન્ટ, 3 પ્રકારની ખનીજ માટી અને સોલર પેનલ સાથે કામ કરે છે. માટીની એવપોરેટિંગ કુલિંગ સોલર પેનલની ઓવરહીટિંગને 10 ડિગ્રી સુધી ઓછી કરે છે. હર્નન અનુસાર, તેઓએ આ શોધ માટે રૂ. 22 લાખનો ખર્ચ કર્યો છે પરંતુ ઈન્ટરનેશનલ એવોર્ડ જીત્યા બાદ તેમને ફંડ મળવા લાગ્યું હતું.
Sunday, May 19