IPL 2023 ફાઇનલ આજે 29 મે, CSK vs GT મેચનો સમય, ટીમો, હવામાન, લાઇવ અપડેટ્સ: મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ગુજરાતની ટીમે 4 વિકેટે 214 રન બનાવ્યા હતા. ટીમ માટે સાઈ સુદર્શને 47 બોલમાં 96 રનની તોફાની ઈનિંગ રમી હતી. તેણે 6 સિક્સર અને 8 ફોર ફટકારી હતી. તેનો સ્ટ્રાઈક રેટ 204.25 હતો. સુદર્શન ઉપરાંત રિદ્ધિમાન સાહાએ 54 અને શુભમન ગિલે 39 રન બનાવ્યા હતા. ચેન્નાઈ તરફથી મતિશા પથિરાનાએ 2 વિકેટ લીધી હતી.
ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2023નું ટાઈટલ જીતી લીધું છે. ફાઈનલ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઈટન્સને પાંચ વિકેટે હરાવ્યું હતું. CSKની જીતનો હીરો રવિન્દ્ર જાડેજા રહ્યો હતો, જેણે છેલ્લા બે બોલમાં સિક્સર અને ફોર ફટકારીને ટીમને જીત અપાવી હતી. એમએસ ધોનીની ટીમ ચેન્નાઈએ પાંચમી વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે.
CSKને છેલ્લા બે બોલમાં 10 રનની જરૂર હતી. રવિન્દ્ર જાડેજાએ પાંચમા બોલ પર સિક્સર અને છેલ્લા બોલ પર ફોર ફટકારીને CSKને પાંચમી વખત IPL ચેમ્પિયન બનાવ્યું. આ સાથે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ સૌથી વધુ IPL ટાઇટલ જીતવાના મામલે રોહિતની બરાબરી કરી લીધી છે.