હવે થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સનું પ્રીંમિયમ ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી નહીં પણ પરિવહન મંત્રાલય નક્કી કરશે. તેને લઇને મોટર વાહન અધિનિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ઉપભોક્તાઓના હિતોનું રક્ષણ કરવામાં તો મદદ કરશે જ પણ સાથે વીમા કંપનીઓનો પ્રભાવ પણ ઘટાડશે, જે થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ વધારવા માટે દબાણ ઊભું કરે છે. વાહન માલિકો તરફથી સતત થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ વધાર્યો હોવાની ફરિયાદો મળી રહી છે. ટ્રાન્સપોર્ટર્સની હડતાળના મુખ્ય કારણોમાંનું આ એક કારણ પણ રહ્યું છે. જૂન 2019માં પણ IRDAએ થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સમાં 21%નો વધારો કર્યો હતો. પરિવહન મંત્રાલય ટૂંક સમયમાં જ નિયમોને સૂચિત કરશે અને જણાવશે કે તે વાહનની દરેક કેટેગરીનું પ્રીમિયમ કેવી રીતે નક્કી કરશે.