નવી દિલ્હી : એન્કાઉન્ટરમાં માર્યો ગયેલો ગેંગસ્ટર વિકાસ દુબેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઘણું બહાર આવ્યું છે. વિકાસના શરીરમાં ત્રણ ગોળીઓ આરપાર થઇ હતી. શરીરમાં કુલ દસ ઘા મળી આવ્યા છે. જેમાં છ જખમો ગોળીઓના છે, જ્યારે અન્ય ચાર ઘા શરીરની જમણી બાજુ છે. આ ઈજાઓ ગોળીઓ ચલાવ્યા પછી પડવાને કારણે થઇ છે.
પોસ્ટમોર્ટમના રિપોર્ટ મુજબ, એક ગોળી જમણા ખભા પર અને બાકીની 2 ગોળીઓ ડાબી છાતી વાગી હતી. આ સિવાય, માથા, કોણી, પાંસળી અને જમણી બાજુના પેટમાં ઈજાઓ છે. ફોરેન્સિક નિષ્ણાતોના જણાવ્યા અનુસાર પહેલી ગોળી વિકાસના ખભા પર લાગી હતી. અન્ય બે ગોળીઓ છાતી પર લાગી હતી. તેના માથામાં સહેજ ઘા અને સોજો પણ હતો. કોણી ફાટેલી હતી.
વિકાસ દુબેના પેટ અને પાંસળી પણ થોડો ઊંડો ઘાવ અને સોજો આવ્યો હતો. એસટીએફએ એન્કાઉન્ટર પર દાવો કર્યો હતો કે, વિકાસએ તેમના પર ગોળીબાર કર્યો હતો, અને ત્યારબાદ તેઓએ પ્રતિક્રિયા આપતા ગોળી ચલાવી હતી. જોકે શરૂઆતમાં એવું જાણવા મળ્યું હતું કે તેને છાતીમાં ત્રણ ગોળીઓ સહિત ચાર ગોળીઓ મારવામાં આવી હતી, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બે ગોળીઓ છાતીમાં હોવાનું બહાર આવ્યું છે. જુઓ આ તસવીર…