સમુદ્રમાર્ગે દુશ્મનોનો ખાતમો બોલાવવા અને છક્કા છોડાવવા ભારતીય નૌસેનામાં સામેલ થશે સ્કોર્પીયન શ્રેણીની સબમરીન (પનડુબ્બી) કરંજ. ‘ સબમરીનને 31 જાન્યુઆરીના રોજ મુંબઈના મજગાંવ ડોકયાર્ડથી લોન્ચ કરવામાં આવશે.આ ખાસ મોકા પર નૌસેનાના પ્રમુખ સુનિલ લાંબા ઉપસ્થિત રહેશે.
સ્કોર્પીયન શ્રેણીની સબમરીન (પનડુબ્બી) કરંજ સ્વદેશી બનાવટની છે જે ભારતના મેક ઈન ઈન્ડીયાના સ્વપ્નને સાકાર કરી રહ્યા છે.કરંજની બનાવટ ખાસ અેવી કરવામાં અાવી છે કે તે દુશ્મનોના છક્કા છોડાવી દે.તેના ખાસ ફિચર્સના કારણે કરંજ ચીન અને પાકિસ્તાન જેવા દેશોની મુશ્કેલી વધારી દેશે.
પાણીમાં લડાઇ કરવી અથવા તો એન્ટી સબમરીન વોરફેર કરંજ સંપૂર્ણ રીતે સજ્જ છે.
પ્રોજેકટ- 23 હજાર કરોડ રૂપિયા
શ્રેણીની પ્રથમ સબમરીન- કલવરી
બીજી સબમરીન- ખંડેરી
સબમરીન- કરંજ-લંબાઈ- 67.5 મીટર, ઊંચાઈ- 12.3 મીટર, વજન- 1565 ટન, ટેકનોલોજી-ફ્રાન્સ
શુ છે સબમરીન- કરંજની ખાસિયત-રડારની પકડમાં ન આવવું, જમીન પર હુમલો કરવા સક્ષમ, સબમરીનમા ઑક્સીજન નિર્માણની ક્ષમતા, લાંબા સમય સુધી પાણીમાં રહેવાની કાબેલિયત.