થિરુવનંતપુરમ: કર્લી હેરને સીધા કરવા માટે અત્યારે યુવક અને યુવતીઓ સ્ટ્રેટનિંગ કરાવતા હોય છે ત્યારે કેટલાક ઘરઘથ્થું ઉપચાર કરતા હોય છે. પરંતુ કેરળમાં વાંચકળિયાવાળને સીધા કતરવા જતાં યુવક મોતને ભેટ્યો હોવાની ચકચારી ઘટના સામે આવી હતી. અહીં એક 12 વર્ષના બાળકે યુ ટ્યૂબ ઉપર જોયેલા વીડિયોની જેમ કેરોસીનથી પોતાના વાંકળિયા વાળને સીધા કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેણે માથામાં કેરોસીન નાંખીને આગ ચાંપી દીધી હતી. જેના કારણે ગંભીર રીતે દાઝી જતાં મોત થયું હતું.
મૃતક બાળકની ઓળખ સિવાનારાયણન તરીકે કરવામાં આવી છે. જે થિરુવનંતપુરમ નજીક આવેલા વેંગાનૂરનો નિવાસી હતી. રિપોર્ટ પ્રમાણે બાળક સાતમાં ધોરણમાં અભ્યાસ કરતો હતો.
બાળકનું દાઝી જવાને કારણે મોત થયું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે બાળકે યુ-ટ્યુબ પર એક વીડિયો જોયો હતો. જેમાં કેરોસીનની મદદથી વાળ સીધા કરવાની ટ્રીક જણાવવામાં આવી હતી. આ વીડિયો જોઈને બાળકો પોતોના માથામાં કેરોસીન લગાવ્યું હતું. જે બાદમાં દીવાસળીથી આગ લગાડી હતી. જે બાદમાં બાળક ગંભીર રીતે દાઝી ગયો હતો. બાળકની હાલત તેના ઘરે જ ગંભીર બની ગઈ હતી.
આ બનાવ બન્યો ત્યારે ઘરમાં બાળકની દાદી જ હાજર હતા. બાળકે ઘરના બાથરૂમમાં આ અખતરો કર્યો હતો. બાળકે જે વીડિયો જોઈને આ અખતરો કર્યો હતો તે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. જેમાં વાળ પર સ્પિરિટ લગાડીને તેને આગ લગાડી દેવામાં આવે છે. જે બાદમાં વાંકડિયા વાળા સીધા થઈ જવાનો દાવો કરવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા પ્રમાણે બાળકને સોશિયલ મીડિયાના વળગણ હતું. તે મોબાઇલમાં આવે વીડિયો જોયા રાખતો હતો. બનાવ બાદ બાળકને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, અહીં બાળકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.