અમદાવાદના બાવળા તાલુકામાં ખેડુતની હત્યા વિરોધમાં બાવળા તાલુકા કોળી સામજ દ્રારા સજ્જ઼ડબંધનું એલાન અપાયુ છે.કિક્રેટ રમાવાની સામાન્ય તકરાર હત્યામાં ફેરવાઇ હતી
બનાવ વિગત એવી છે કે બાવાળા તાલુકા APMC ખાતે કેટલાક લોકો ક્રિકેટ રમી રહ્યા હતા તે દરમિયાન APMCમાં ડાંગર વેચવા ગયેલા ખેડૂતોની ટ્રક પાર્કિગ બાબાતે કિક્રેટ રમી રહેલા યુવકો જોડે તકરાર થઇ હતી જેમાં મામલો બિચક્યો હતો અને યુવકે આવેશમાં આવી ખેડૂતની હત્યા કરી દીધી હતી જેને લઇ કોળી સમાજ દ્ધારા હત્યાના વિરોધમાં માર્કેટ યાર્ડથી મામલતદાર કચેરી સુધી મૌન રેલી યૌજાઇ હતી હત્યાના પગલે સમ્રગ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યુ હતું હત્યાના 2 દિવસ વીત ગયા છતા આરોપીઓ પોલીસ પકડથી દુર છે જેને લઇ ગ્રામજનોમાં રોષની લાગણી પ્રવર્તી છે.અત્યાર સુધી પોલીસ કાર્યવાહીને લઇ બાવાળા તાલુકાના કોળી સમાજના લોકો અસંતુષ્ટ જોવા મળી રહ્યા છે. હાથમાં બેનેરો લઇ આરોપી કડકમાં કડક સજા કરવાની માગ સાથે વિરોધ કરી રહ્યા છે.