અમદાવાદ શહેરમાં ટ્રાફિક વિભાગ દ્ગારા ટ્રાફિક નિયમોને જાગૃતાને લઇ શહેરમાં અવાર-નવાર ટ્રાફિક મેગા ડ્રાઇવ યોજવામાં આવતી હોય છે. શહેરમાં ટ્રાફિકના નિયમ તોડવાના લઇ છાશવારે પ્રજા અને પોલીસ વચ્ચે ઘર્ષણને ઘટનાઓ બનતી હોય છે. પોલીસ અને પ્રજા વચ્ચે એકસૂત્રતા અને સુમેળ જળવાઇ રહે તે હેતુથી અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્ઘારા નિયમો તોડનારને દંડ નહી પરંતુ મોઢું મીઠું કરાવી નવતર પ્રયોગ હાથધર્યુ છે
અમદાવાદ શહેરમાં દિવસને-દિવસે ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની રહી છે.શહેર વાહનોની વધતી સંખ્યાથી ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની છે.આવા કિસ્સાઓમાં કેટલીક જગ્યાએ સિગ્નલ તોડવાના બનાવો શોર્ટકટ અપનાવા માટે રોંગ સાઇડથી વાહન હંકરવાના કિસ્સો વધી રહ્યા છે જેમાં વાહનચાલક અને પોલીસ વચ્ચે તકરાર ના થાય સમન્વય જળવાઇ રહે તે માટે વિવિધ NGOની મદદ લઇ નિયમો તોડનારાઓને દંડના બદલે ટ્રાફિક અંગે જાગૃત લાવવા મોઢું મીઠું કરાવી નવતર પ્રયોગ હાથધર્યુ છે.
ટ્રાફિક JCP મયંકસિંહ ચાવડા અને DCP કક્ષાના અધિકારીઓએ રોંગ સાઈડથી વાહન ચલાવનાર વાહન ચાલકોને પકડી ગુલાબજાબુ ખવડાવી નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી અને. બીજી વાર રોગ સાઈડ વાહન નહિ ચલાવવા ચેતવ્યા હતા. ભૂતકાળમાં પણ ટ્રાફિક પોલીસ દ્ગારા આવા નવતર પ્રયાગો હાથ ધરવામાં આવ્યા હતા જેમાં પોલીસ અને પ્રજા વચ્ચે સુમેળ જળવાઇ રહે તે માટે નિયમોના ભંગ કરનાર વાહનચાલકોને દંડના બદલે પુષ્પ ગુચ્છા આપી તેમને ટ્રાફિક અંગે જાગૃતિ લાવવા અપીલ કરી હતી