શાહાબાદમાં ફોટોસ્ટેટની દુકાન ચલાવનાર એક 26 વર્ષના યુવકે તેના ઘરમાં જ મોબાઈલ ચાર્જરના વાયરથી ફાંસી લગાવીને જીવ આપી દીધો હતો. મરતા પહેલાં તેણે રૂમની દિવાલો અને ડ્રેસિંગ ટેબલના મિરર પર સુસાઈડ નોટ લખી હતી. તેમાં તેણે મોત માટે પત્ની, સાળા, સાસ, તેના ભાઈ અને ભાભીને જવાબદાર ગણાવ્યા હતા. પોલીસે મૃતકની માતા રમા રાણીના નિવેદનના આધારે દીપકની પત્ની આંચલ, સાળા અતુલ શર્મા, સાસુ હર્ષ લતા, નાના ભાઈ અને તેની પત્ની પર આત્મહત્યાની ઉશકેરણી માટે ફરિયાદ નોંધી છે.
સુસાઈટ નોટમાં પત્નીને લખ્યું I LOVE You
મૃતક યુવકનું નામ દીપક ગોસ્વામી છે. તેના લગ્ન 3 મહિના પહેલાં જ થયા હતા. સોમવારે બપોરે અંદાજે 3 વાગે દીપકે તેના નાના ભાઈ ભુપેન્દ્ર અને તેની પત્ની હીનાને ઘરની બહાર કાઢીને ગેટ પર તાળુ લગાવી દીધું હતું અને તે ઉપરના રૂમમાં જતો રહ્યો હતો. પહેલાં ભાઈ-ભાભીએ એવુ વિચાર્યું કે દીપકે ગુસ્સામાં આવું વર્તન કર્યું હશે, પછી કઈંક ખોટુ થવાની શંકાના કારણે તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસ દરવાજાનું લોક તોડીને ઘરમાં પ્રવેશીને જોયું તો દીપકે ચાર્જરના વાયરથી પંખે લટકીને આત્મહત્યા કરી દીધી હતી.
લગ્નના થોડા દિવસ પછી જ શરૂ થયા હતા ઝઘડા
દીપકના લગ્ન કરનાલમાં રહેતી આંચલ સાથે 31 ઓક્ટોબર 2017ના રોજ થયા હતા. લગ્નના થોડા દિવસ પછી જ ઘરમાં ઝઘડાની શરૂઆત થઈ ગઈ હતી અને તેના કારણે થોડા દિવસ પહેલાં જ પત્ની આંચલ તેના પિયર જતી રહી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે દીપકના તેના ભાઈ-ભાભી સાથે પણ ઘણી વખત ઝઘડા થતા હતા. પડોશીઓના જણાવ્યા પ્રમાણે પરિવારમાં સંપત્તિના કારણે પણ વિવાદ થતો હતો.