ભોપાલ: મધ્ય પ્રદેશના એક ભાઈની ટેવ સાંભળીએ ભલભલાનું મન ચગડોળે ચડી જાય છે. દયારામ સાહુ છેલ્લા 40 વર્ષથી બિસ્કિટ ખાતા હોય તેમ કાચ ખાય છે. દયારામ વ્યવસાયે વકીલ છે. દયારામે ન્યૂઝ એજન્સી ANIને પોતાની આ આદત વિશે કહ્યું કે, હું પહેલેથી કંઈક અલગ કરવા માગતો હતો. મેં જ્યારે પ્રથમવાર કાચ ખાધો ત્યારે મને તેનો ટેસ્ટ ઘણો ગમ્યો હતો. ધીમે-ધીમે કાચ ખાવાની આ આદત મારી ટેવ બની ગઈ. જેમ અમુક લોકોને સિગારેટ પીવાની ટેવ હોય છે તેમ મને કાચ ખાવાની આદત છે. જો કે, આ આદતને લીધે મારા દાંત પણ ખરાબ થઈ શકે છે. મને ઘણા લોકોએ આ આદત છોડી દેવાની સલાહ આપી છે, જેને લઈને હાલ મેં કાચ ખાવાનું ઓછું કરી દીધું છે. દયારામનો કાચ ખાતો વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાઇરલ થઈ રહ્યો છે.
Sunday, May 19