નવી દિલ્હી : દેશની અગ્રણી ઓટો કંપની મહિન્દ્રા પણ પોતાની કારના ભાવમાં વધારો કરવા જઈ રહી છે. કંપનીએ કાર પર બે ટકા વધારાની જાહેરાત કરી છે. બીજી બાજુ, મહિન્દ્રાની સૌથી પસંદીદા થારમાં સાત ટકાનો વધારો કરવામાં આવ્યો છે. અન્ય કંપનીઓની જેમ મહિન્દ્રાએ પણ વધારાનો ઉત્પાદન ખર્ચ ટાંકીને તેની કારમાં ભાવ વધારાની જાહેરાત કરી છે. ચાલો આપણે જાણીએ કે કયા મોડેલ પર કેટલા રૂપિયા વધારવામાં આવ્યા છે.
આ ગાડીઓ મોંઘી થઇ
મહિન્દ્રાએ તેની લોકપ્રિય એસયુવી બોલેરોની કિંમત 22,452 રૂપિયાથી વધારીને 22,508 કરી દીધી છે. જ્યારે કેયુવી 100 ની કિંમતમાં રૂ .2,672 નો વધારો થયો છે. આ સિવાય મહિન્દ્રા મેરાઝોની કિંમત પણ 26,597 રૂપિયાથી વધીને 30,867 રૂપિયા થઈ છે.
આની કિંમતમાં પણ વધારો થયો
બીજી તરફ, મહિન્દ્રા XUV300 કોમ્પેક્ટ એસયુવીની કિંમતમાં બે ટકાનો વધારો થયો છે. તેના પર કંપની 3,606 રૂપિયાથી ,લઈને 24,029 રૂપિયા સુધી વધાર્યા છે. આ સિવાય મીડ-સાઇઝની એસયુવી એક્સયુવી 500 ની કિંમત 3,068 રૂપિયા સુધી વધી છે. જો આપણે મહિન્દ્રા સ્કોર્પિયોની વાત કરીએ, તો તેની કિંમત 27,211 રૂપિયાથી વધીને રૂ. 37,395 થઈ ગઈ છે.
મહિન્દ્રા થાર પર સૌથી વધુ ભાવ વધારો
કંપનીએ તેની સૌથી વધુ વેચાયેલી કાર મહિન્દ્રા થાર સેકન્ડ જનરેશનની કિંમતમાં વધારો કર્યો છે. તેની કિંમત 92,000 રૂપિયા સુધી વધી છે. ગયા વર્ષે શરૂ થયેલી આ કારને ભારતમાં સારી પસંદ કરવામાં આવી હતી. તમે આનો અંદાજ લગાવી શકો છો કે આ કાર હજી પ્રતીક્ષાના ગાળામાં ચાલી રહી છે.