નવી દિલ્હી : દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા (એમએસઆઈ) મોડેલ વેગનઆર-સીએનજી (WagonR CNG)ની ભારે માંગ છે. આ કારનું કુલ વેચાણ 3 લાખ યુનિટને પાર કરી ગયું છે. તે તેના સેગમેન્ટમાં સૌથી વધુ વેચાયેલી કાર બની ગઈ છે. 25 સપ્ટેમ્બર, શુક્રવારે એક નિવેદનમાં મારુતિ સુઝુકીએ જણાવ્યું છે કે આ તમામ પેસેન્જર વાહનો શ્રેણીની સૌથી સફળ સીએનજી કાર બની છે.
વેગનઆરને 1999માં લોન્ચ કરવામાં આવી હતી
મારુતિ સુઝુકીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (માર્કેટિંગ અને સેલ્સ) શશાંક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, ‘વેગનઆર લગભગ બે દાયકાથી દેશની ટોચની 10 કારમાં છે. વેગનઆરને 1999માં લોન્ચ કરવામાં આવી હતી. અત્યાર સુધી વેગનઆરના 24 લાખ યુનિટ વેચાયા છે. આમાંના લગભગ અડધા ગ્રાહકો માટે તે તેમની પ્રથમ કાર હતી. ”
તેમણે કહ્યું કે વેગનઆર-એસ-સીએનજીના ત્રણ લાખ યુનિટના વેચાણના આંકડા એ બીજી સિદ્ધિ છે. તે કંપની પ્રત્યે ગ્રાહકોનો વિશ્વાસ બતાવે છે. સીએનજી સાથે વેગનઆર બે પ્રકારમાં આવે છે – એલએક્સઆઈ અને એલએક્સઆઈ (ઓ). તેની કિંમત 5.25 લાખ રૂપિયા અને 5.32 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) છે.