વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે નવસારી શહેરમાં તેમના પૂર્વ શાળાના શિક્ષકને મળ્યા હતા. તેમણે વડનગરમાં તેમને ભણાવતા જગદીશ નાયક સાથે થોડો સમય વિતાવ્યો.હોસ્પિટલ પરિસરમાં તેમની મીટિંગનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.જગદીશ નાયક જે હાલ વ્યારામાં રહે છે, પેહલા તે તેમના પરિવાર સાથે મહેસાણા જિલ્લાના વડનગર શહેરમાં રહેતા હતા ત્યારે તેમણે મોદીને ભણાવ્યા હતા “જો કે આ એક ટૂંકી મીટિંગ હતી, તેમણે કહ્યું કે મોદી સાથે મારી આ મુલાકાતનું વર્ણન કરવા માટે મારી પાસે શબ્દો નથી. મારા પ્રત્યેનો તેમનો આદર અને લાગણી આટલા વર્ષોમાં બદલાયા નથી,” જગદીશ નાયકે વ્યારા ખાતેના તેમના નિવાસસ્થાને પત્રકારોને આ બધું જણાવ્યું
Saturday, June 15