મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી મોહન યાદવે પદ અને ગોપનીયતાના શપથ લીધા. તમને જણાવી દઈએ કે આ કાર્યક્રમનું આયોજન ભોપાલના મોતીલાલ નેહરુ સ્ટેડિયમમાં કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર છે.
મોહન યાદવે શપથ લેતા કહ્યું કે તેઓ બધાને સાથે લઈને ચાલશે. શપથ ગ્રહણ સમારોહમાં 11 રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર છે. રાજ્યપાલ મંગુભાઈ પટેલ પણ નાયબ મુખ્યમંત્રીને શપથ લેવડાવશે.