મુંબઈઃ સમગ્ર દેશમાં કોરોનાએ આતંક મચાવી રાખ્યો છે જેમાં ખાસ કરીને મહારાષ્ટ્ર રાજ્યમાં સૌથી વધારે કેસો નોંધાઈ રહ્યા છે. કોરોનાને ડામવા માટે મહારાષ્ટ્ર સરકાર જરૂરી પગલા પણ લઈ રહી છે ત્યારે મુંબઈમાંથી એક વીડિયો વાયરલ થયો છે. જેમાં માસ્ક ન પહેવાનાર મહિલાને અટકાવી તો રીક્ષામાં બેસવા જઈ રહેલી મહિલા બીએમમસી મહિલા માર્શલ સાથે મારામારી કરવા ઉપર ઉતરી ગઈ હતી. મારપીટનો આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયામાં આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં માર્શલે એક મહિલાને માસ્ક ન પહેવા બદલ રોકી તો તેણીએ માર્શલ પર હુમલો કરી દીધો હતો. મહિલાએ માર્શલે લાતો અને મૂક્કા માર્યા હતા. ઑટો રિક્ષામાં માસ્ક પહેર્યાં વગર બેસવા જઈ રહેલી એક મહિલાને માર્શલે રોકી હતી ત્યારે આ બનાવ બન્યો હતો. મહિલાએ માર્શલ સાથે ગેરવર્તન કરતા તેને જાહેરમાં થપ્પડ પણ મારી દીધી હતી.
મહિલાનું કહેવું હતું કે તેણીને રોકવાની હિંમત કેવી રીતે કરવામાં આવી? માર્શલની હિંમત કેવી રીતે થઈ કે તેણીને સ્પર્શ કરે? માર્શલ સાથે મારામારીને વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા લાતો વરસાવી રહી છે છતાં બીએમસીની કર્મચારીએ તેને પકડી રાખી છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં માસ્ક ન પહેરવા પર 200 રૂપિયાનો દંડ ચૂકવવો પડે છે.
મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ છે કે જો લોકો કોરોના નિયમોનું પાલન નહીં કરે તો ભવિષ્યમાં નિયમો વધારે કડક કરવામાં આવશે. લૉકડાઉન પણ એક વિકલ્પ હોઈ શકે છે. આ દરમિયાન મહારાષ્ટ્રે પોતાના અમુક જિલ્લાઓમાં ઝડપથી વધી રહેલા કેસોને અટકાવવા માટે લૉકડાઉનનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં અલગ અલગ પ્રકારન નિયંત્રણો લાદવામાં આવ્યા છે. ક્યાંક લૉકડાઉન છે તો ક્યાંક નાઇટ કર્ફ્યૂ.
આ ઉપરાંત મુંબઈ પોલીસ નિયમ તોડવા પર ભારે દંડ વસૂલ કરી રહી છે. પોલીસને એવી પણ સૂચના આપવામાં આવી છે કે લોકોને બિનજરૂરી ઘરની બહાર નીકળતા રોકવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે દેશમાં એકજ જ દિવસમાં 41,815 દર્દી મળી આવ્યા છે હાલમાં સૌથી ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે. શુક્રવારે, 25,681 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ આંકડો દેશમાં નોંધાયેલા કુલ દર્દીઓના લગભગ 63% જેટલો છે.