Nitin Gadkari: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના દિગ્ગજ નેતા નીતિન ગડકરીની તબિયત બુધવારે બગડી હતી. બુધવારે મહારાષ્ટ્રની યવતમાલ લોકસભા સીટ પરથી ચૂંટણી પ્રચાર દરમિયાન નેતા નીતિન ગડકરી અચાનક સ્ટેજ પર બેહોશ થઈ ગયા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગડકરી યવતમાલ પુસદમાં તેમના ભાષણ દરમિયાન અચાનક બેભાન થઈ ગયા હતા. જોકે, થોડા સમય બાદ તેમની તબિયતમાં સુધારો થયો અને તેઓ ઊભા થઈ ગયા. આ પછી તેમણે ફરીથી જનસભાને સંબોધવાનું શરૂ કર્યું. નીતિન ગડકરીએ સ્ટેજ પર પોતાનું ભાષણ શરૂ કર્યું જ હતું કે અચાનક તેઓ બેભાન થઈ ગયા.
पुसद, महाराष्ट्र में रैली के दौरान गर्मी की वजह से असहज महसूस किया। लेकिन अब पूरी तरह से स्वस्थ हूँ और अगली सभा में सम्मिलित होने के लिए वरूड के लिए निकल रहा हूँ। आपके स्नेह और शुभकामनाओं के लिए धन्यवाद।
— Nitin Gadkari (मोदी का परिवार) (@nitin_gadkari) April 24, 2024