કેંન્દ્રીય મહિલા જે બાળ વિકાસ મંત્રાલયમાં કેન્દ્ર સરકારમાં કામ કરતી કર્મચારી મહિલાઓ છે તેમના માટે મેનકા ગાંધી એ ઓનલાઇન પ્લેટફોર્મ શી-બોક્સ લોંચ કર્યુ છે. જે કર્મચારી મહિલાઓ ઓફિસોમાં જાતીય સતામણી થી પરેશાન હોય તે શી-બોક્સ દ્રારા પોતાની વાત રજૂ કરી શકશે. મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ કહ્યુ કે શી-બોક્સ હાલ તો કેંન્દ્ર સરકારના કર્મચારીઓ માટે જ છે. પરંતુ એમનો વિસ્તાર વધારી પ્રાઇવેટ સેક્ટરોમાં પણ ઉમેરવામાં આવશે. ઓફિસ અને કામકાજની જગ્યા ઉપર થઇ રહેલા જાતીય સતામણી અને તેનાથી પીડીત વ્યક્તિઓનો રીપોર્ટ તૈયાર કરવાની જાણ પણ મેનકા ગાંધીએ કરી હતી.શી-બોક્સનો મતલબ ‘સેક્સુઅલ હૈરસમેંટ ઇલેક્ટ્રોનિક બોક્સ’ આમા આવેલી કમ્પલેન સીધી આના સંબંધિત મંત્રાલય અને વિભાગીય ઇંટરનલ કેપ્લેન કમેટીની પાસે મોકલી આપવામાં આવશે. જેમની તપાસ કરવામાં આવશે અને આના નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવશે. અને પીડિતાને પણ જાણ કરવામાં આવશે. જ્યારે હાલ કેંન્દ્ર સરકારમાં 30.87 કર્મચારીઓ કામ કરે છે. જેમાં 10.93 મહિલાઓ છે.
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.