ભારતના નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં પોતાનો પહેલો મેડલ જીત્યો છે. રવિવારે સવારે રમાયેલી ફાઈનલ મેચમાં નીરજે ચોથા પ્રયાસમાં 88.13 મીટર દૂર બરછી ફેંકીને સિલ્વર મેડલ કબજે કર્યો હતો. ફાઇનલ ઇવેન્ટમાં તેના બે પ્રયાસો ફાઉલ થયા હોવા છતાં, તેણે ભારતના રમતપ્રેમીઓને નિરાશ કર્યા ન હતા અને વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતને તેનો પ્રથમ સિલ્વર મેડલ અપાવ્યો હતો.
A great accomplishment by one of our most distinguished athletes!
Congratulations to @Neeraj_chopra1 on winning a historic Silver medal at the #WorldChampionships. This is a special moment for Indian sports. Best wishes to Neeraj for his upcoming endeavours. https://t.co/odm49Nw6Bx
— Narendra Modi (@narendramodi) July 24, 2022
અગાઉ, ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન બ્રોન્ઝ મેડલ હતું, જે અંજુ બાબી જ્યોર્જે 2003 પેરિસ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં લાંબી કૂદમાં જીત્યું હતું.
નીરજના શાનદાર પ્રદર્શન બાદ અભિનંદન મળવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ઐતિહાસિક મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે અને આ ક્ષણને ભારતીય રમત માટે ખાસ ક્ષણ ગણાવી છે.
ઓલિમ્પિક ચેમ્પિયન અભિનવ બિન્દ્રાએ તેને અભિનંદન પાઠવ્યા છે અને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી છે.
બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ નીરજને આ ઐતિહાસિક મેડલ માટે અભિનંદન પાઠવ્યા છે.
પૂર્વ ખેલ મંત્રી કિરેન રિજિજુએ પણ નીરજ ચોપરાને અભિનંદન પાઠવ્યા છે. તેણે લખ્યું કે વિશ્વ એથ્લેટિક્સમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય પુરૂષ એથ્લેટ અને બીજા ભારતીય એથ્લેટ બનવા બદલ તેમને શુભેચ્છાઓ.