ભારતીય રેલવેની પ્રવાસીઓને ભેટ ટિકિટ સાથે ઓલા અને ઉબેર કેબ પણ બુક કરાવી શકાશે.ભારતીય રેલવે હવે એન્ડ ટુ એન્ડ ટ્રાવેલ બુકિંગની સુવિધા આપવા જઇ રહી છે.
હવે રેલવે પ્રવાસીઓ ઇન્ટરનેટ અને એપ પર ટિકિટ બુક કરાવવાની સાથે-સાથે ઓલા કે ઉબેર કેબ પણ બુક કરાવી શકશે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (આઇઆરસીટીસી)એ ઓલા કેબ સાથે હાલ છ મહિનાનો કરાર કર્યો છે. આ કરાર અનુસાર રેલવે પ્રવાસીઓ આઇઆરસીટીસી કનેક્ટ એપ અથવા વેબસાઇટ પર જઇને પોતાની કેબ બુક કરાવી શકશે.
કેબ બુક કરાવવા માટે સૌ પહેલાં એપમાં લોગ ઇન કરવું પડશે. ત્યારબાદ તેના હોમ પેજ પર આપેલી સર્વિસના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે અને તેમાં રેલવે પ્રવાસીઓને કેબ બુકિંગનો વિકલ્પ મળશે.આઇઆરસીટીસી આ સુવિધા રેલવે પ્રવાસીઓને દેશનાં કુલ ૧૦ર શહેરમાં આપશે.