ગાંજા વિશે તમે જાણતા જ હશો કે જેનો ઉપયોગ નશા માટે ઘણા લોકો કરે છે. ગાંજાનો નશો માત્ર માણસોને જ નહીં પ્રાણીઓને પણ આનંદદાયક લાગતો હોય છે. એક ઉંદર તેનો એટલો વ્યસની થઈ ગયો કે તે વધારે માત્રામાં તેનું સેવન કરવાને કારણે તે ત્યાં બેભાન થઈ ગયો.
ઉંદરે ગાંજાના પાન ખાઈને થઈ ગયો બેહોશ
ખરેખર આ ઘટના કેનેડાની છે. જ્યાં કોઈ વ્યક્તિના ઘરમાંથી ગાંજાના પ્લાન્ટની સતત ચોરી થઈ રહી હતી. એક દિવસ તેણે જોયું કે તેના નાના ખેતરમાં જ ઉંદરે ગાંજાના ઘણા બધા પાંદડા ખાધા અને નશાથી બેહોશ થઈ ગયો. જણાવી દઈએ કે, કેનેડામાં લોકો નિશ્ચિત માત્રામાં તેમના ઘરના આગળ બગીચાઓમાં ગાંજો ઉગાડવાની છૂટ છે.
સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેસબુક પર આ સમગ્ર ઘટના વિશે માહિતી આપી
કોલિન નામના વ્યક્તિએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેસબુક પર આ સમગ્ર ઘટના વિશે માહિતી આપી હતી. તેણે તસવીરો શેર કરતી વખતે લખ્યું, બે દિવસથી આ નાનો ઉંદર તેના ગાંજાના છોડમાંથી એક એક પાન ચોરી રહ્યો હતો. આવું તે ત્યાં સુધી કરતો રહ્યો જ્યાં સુધી તે મૂર્છિત ન થયો.
ઉંદર એક અઠવાડિયામાં ગાંજાનો વ્યસની બની ગયો
ફોટામાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે, ગાંજાના છોડના પાંદડા ખાધા પછી ઉંદર નશામાં ઘસઘસાટ ઊંધો પડીને સૂઈ રહ્યો છે અને તેને કોઈ જાતનો હોશ નથી. કોલિનની પોસ્ટ મુજબ, ઉંદર એક અઠવાડિયામાં ગાંજાનો વ્યસની બની ગયો હતો. તેણે ઉંદરને જંગલમાં છોડવાનું વિચાર્યું, પરંતુ તે પછી પણ ઉંદર ત્યાં પહોંચ્યો કારણ કે તેણે ગાંજાના પાનની હેબિટ થઈ ગઈ હતી.