મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદ પર પાકિસ્તાન સરકારે ગાળિયો કસ્યો છે. પાકિસ્તાન સરકારે હાફિઝ સઈદના આતંકવાદી સંગઠન જમાત-ઉદ-દાવાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.પાકિસ્તાને આતંકવાદીની સંપત્તિ જપ્ત કરતા હાફિઝ સઈદની મુશ્કેલી વધી શકે છે.અમેરિકા અને યુરોપના અનેક દેશોની એફએટીએફ પાકિસ્તાન સરકારની કાર્યવાહી પર બાજ નજર રાખી રહ્યું છે.
જમાત-ઉદ-દાવા અને ફલાહ ફાઉન્ડેશનની તરણ અેકેડમી, શાળા-હોસ્પિટલ અને એમ્બ્યુલન્સ સેવાઓને બંધ કરવામાં આવી છે.અમેરિકાના દબાણ બાદ પાકિસ્તાને આતંકવાદ વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે. અા પહેલા પણ અમેરિકાએ પાકિસ્તાનને આપવામાં આવતી સહાય પર રોક લગાવી હતી.
સમગ્ર દેશમાં થઈ રહેલા વિરોધના કારણે હવે પાકિસ્તાને હાફિઝ સઈદ ૫ર સિકંજો કસ્યો છે.જમાલ-ઉલ-દાવાની સં૫ત્તિ જપ્તસ કરવામાં અાવી છે.